Thursday, 3 October 2019

શું તમે જાણો છો? કે આ નવ ઔષધિઓ માં માઁ નવદુર્ગા નો વાસ છે !

          શું  તમે જાણો છો? કે આ નવ  ઔષધિઓ માં  માઁ  નવદુર્ગા નો વાસ છે !  


Image of Navdurga  Mata , © Dr.Nehal's Ayurveda



Ayurvedic Divyaushadhi image , © Dr.Nehal's Ayurveda 
     

  માઁ  દુર્ગા નવ સ્વરૂપે પોતાનાં ભક્તોનું  કલ્યાણ  કરી ને  તેમનાં  બધાં  જ  સંકટો દૂર કરે છે. આ વાત ની સાક્ષી એ છે કે વિશ્વ માં એવી ઔષધિઓ ઉપલબ્ધ છે કે જેને માતા દુર્ગા ના વિવિધ સ્વરૂપ તરીકે ઓળખાવા માં  આવે છે. ચિકિત્સા પદ્ધતિનું આ રહસ્ય સૌ પ્રથમ બ્રહમાજી એ આપેલ છે , જેનો સંદર્ભ દુર્ગાકવચના  સંદર્ભમાં  મળે છે।  નવદુર્ગાના  નવ  ઔષધિ સ્વરૂપો નું  સર્વપ્રથમ વર્ણન માર્કણ્ડેય ચિકિત્સા પદ્ધતિ માં કરેલ છે. આ ઔષધિઓ સમસ્ત પ્રાણીઓના રોગોને હરનારી છે. શરીર ની રક્ષા  અર્થે  તે કવચ સમાન  કાર્ય કરે છે. તેમના ઉપયોગ થી મનુષ્ય અકાળ મૃત્યુથી બચીને સો વર્ષ નું  આયુષ્ય પ્રાપ્ત કરી શકે છે. તો ચાલો આજે  જાણીએ આવી  દિવ્ય ગુણોવાળી નવ ઔષધિઓ ને  જેને 'નવદુર્ગા ' કહેવામાં આવે છે. 


(1) શૈલપુત્રી :- 

Shailputri Devi & Harde image, © Dr. Nehal's Ayurveda 


                       નવદુર્ગા નું  પ્રથમ રૂપ શૈલપુત્રી  માનવામાં આવે છે. આયુર્વેદમાં  કેટલાય પ્રકારના રોગોમાં  ઉપયોગી  ઔષધિ હરડે , હરીતકી  કે  હિમાવતી  તરીકે ઓળખાય છે  જે દેવી શૈલપુત્રી નું  જ  એક સ્વરૂપ છે. હરડે ને આયુર્વેદ માં મુખ્ય ઔષધિ માનવામાં આવે છે  જે  સાત  પ્રકારની  હોય છે , જેમ કે -  

       1- હરિતિકા ( લીલી ) - ભયને દૂર કરનારી છે.        2- પથ્યા - જે  પથ્ય  એટલે કે હિતકર છે.       3- કાયસ્થ - જે  કાયા  / શરીર ને  ટકાવી  રાખે  છે. 

        4- અમૃતા - અમૃત સમાન છે.         5- હેમવતી - હિમાલયા  ઉપર થતી હોવાથી        6- ચેતકી - ચિત્તને પ્રસન્ન કરનારી        7- શ્રેયસી ( યશદાતા) - શિવા  એટલે કે કલ્યાણ કરનારી


(2) બ્રહ્મચારિણી :- 
Brahmacharini Ma & Brahmi image, © Dr. Nehal's Ayurveda 
                         

                    નવદુર્ગા નું  દ્વિતીય  સ્વરૂપ  બ્ર્હ્મચારીણી  છે જે 'બ્રાહ્મી' તરીકે  ઓળખાય  છે. તે આયુષ્ય , સ્મરણશક્તિ વધારનારી , રક્તવિકાર - લોહીના વિકાર ને  દૂર કરનારી  અને સ્વરને સુધારનારી છે. તેથી જ બ્રાહ્મી ને  'સરસ્વતી ' પણ કહે છે  તે મન અને મસ્તિષ્કમાં શક્તિ પ્રદાન કરે છે. બ્રાહ્મી વાયુ અને મૂત્રરોગો ની મુખ્ય દવા છે. તે મૂત્રદ્વારા રક્તવિકારો ને બહાર કાઢવામાં સમર્થ છે. આથી જ તે  મૂત્રાશય કે પેશાબ ને લગતી  બીમારીઓ થી પીડિત વ્યક્તિઓએ દેવી  બ્રહ્મચારિણી ની  આરાધના કરવી જોઈએ.


(3) ચંદ્રઘંટા :- 

Chandraghanta Ma & Chamsur  image © Dr.Nehal's Ayurveda

                

               નવદુર્ગાનું  ત્રીજું  રૂપ ચંદ્રઘંટા છે. ચંદ્રસૂર કે ચમસૂર તરીકે ઓળખાતી વનસ્પતિ ને ચંદ્રઘંટા નું  સ્વરૂપ માનવામાં આવે છે. પૂર્વ -ઉત્તર ભારત  અને  નેપાળમાં આ વધુ જોવા મળે છે. ચમસૂર એ કોથમીર સમાન છોડ  છે. તેના  પાંદડાનું  શાક બનાવવામાં આવે છે, જે ખુબ ગુણકારી હોય છે.ચમસૂર વજન ઘટાડવામાં ઉપયોગી  છે તેથી જ  તેને ' ચાર્મહંતી ' પણ કહે છે. તે  શક્તિવર્ધક , હૃદયરોગ દૂર કરનારી 'ચંદ્રિકા ' ઔષધિ છે. તેથી આવા રોગો ધરાવતા લોકોએ માઁ  ચંદ્રઘંટા ની પૂજા  કરવી  જોઈએ. 


(4) કુષ્માન્ડા - 

Kushmanda devi & Kushmand image ,© Dr. Nehal's Ayurveda 

    

             નવદુર્ગાનું ચોથું રૂપ કુષ્માન્ડા છે. 'કુષ્માંડ ' ઔષધિ એ જ  કુષ્માન્ડા છે. આ ઔષાધિ થી  પેઠા નામની  મીઠાઈ  બનાવવા માં આવે છે. તેથી માતાના આ સ્વરૃપને પેઠા પણ કહે છે. 

              કુષ્માંડ ને  'કોળું ' તરીકે ઓળખાવા માં  આવે છે. જે પુષ્ટિકર , વીર્યવર્ધક અને લોહીના વિકારને દૂર કરી પેટ  સાફ કરવામાં  સહાયક છે. માનસિક નબળાઈવાળા  વ્યક્તિઓ માટે તે અમૃત સમાન છે. તે શરીર ના  સર્વ દોષોને દૂર કરે  છે. કોળું  હૃદયરોગ, રક્ત, પિત્ત, અને  વાયુના  રોગો ને દૂર  કરવામાં ઉપયોગી  છે. આ  બીમારીઓથી  પીડાતી  વ્યક્તિઓએ પેઠાનો ઉપયોગ કરવાની સાથે કુષ્માન્ડા દેવી ની  આરાધના  કરવી  જોઈએ.


(5)સ્કંધમાતા ;- 

Skandhamata & Alasi image, © Dr. Nehal's Ayurveda


       નવદુર્ગાનું  પાંચમું  સ્વરૂપ  સ્કંધમાતા છે. જેમને  પાર્વતી કે ઉમા  તરીકે  પણ  ઓળખાવા માં  આવે છે  તે ઔષધિ સ્વરૂપે અળસી  માં  વિદ્યમાન  છે. અળસી  વાયુ, પિત્ત  તથા  કફ થી  રોગોનો  નાશ  કરે છે. આ દોષોથી પીડાતા વ્યક્તિઓએ  સ્કન્ધમાંતાની આરાધના કરવી  જોઈએ. 


(6) કાત્યાયની :- 

Katyayani Ma & Ambalika image , © Dr. Nehal's Ayurveda


                    નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ  કાત્યાયની છે. તેને  આયુર્વેદ માં ઘણા નામોથી ઓળખવામાં આવે છે. જેમેકે, અંબા, અંબાલિકા કે અંબિકઆ. આ સિવાય  તેને 'મોઇયા ' કે ' માચીકા ' પણ કહે છે. તે કફ ,પિત્તના  વધવાથી  થતા રોગો તેમજ કંઠના રોગોનો નાશ કરે છે. તેનાથી પીડાતા રોગીઓએ માચીકા નું  સેવન  તેમજ  કાત્યાયની માતાની આરાધના કરવી જોઈએ.


(7) કાલરાત્રિ :-

Kalratri & Nagdamnai image ,© Dr. Nehal's Ayurveda


     દુર્ગાજી નું  સાતમું રૂપ કાલરાર્તી છે. જેને મહાયોગીની , મહાયોગીશ્વરી કહેવાય છે. તે નાગદાઉ ન  કે નાગદમણિ  તરીકે ઓળખાય છે.બધાજ પ્રકારના રોગો દૂર કરી સર્વત્ર વિજય અપાવનારી , મન તથા મસ્તિષ્કના સમગ્ર વિકારો ને દૂર કરનારી ઔષદી છે. નાગદમની નો છોડ જો કોઈ વ્યક્તિ પોતાના ઘર માં ઉગાડે છે તો તેના બધા જ કષ્ટ દૂર થાય છે. તે સુખ આપનારી તથા સર્વ પ્રકારના વિષ નો નાશ કરનારી ઔષધિ છે.આ કાલરાત્રિની આરાધના દરેક પીડિત વ્યક્તિઓએ કરવી જોઈએ.


(8) મહાગૌરી :-

Mahagauri & Tulasi image , © Dr. Nehal's Ayurveda 



              નવદુર્ગાનું આઠમું સ્વરૂપ મહાગૌરી છે. જેને આપણે સૌ 'તુલસી ' તરીકે ઓળખીએ છીએ.જે પ્રત્યેક ઘરમાં જોવા મળે છે. તુલસી સાત પ્રકારની હોય છે, જેમકે - સફેદ તુલસી, કાળી  તુલસી, મરુતાં ,દવના ,કુઢેરક, અર્જક  અને ષટ્પત્ર. આ  બધા જ પ્રકારની  તુલસી દુષિત રક્તને શુદ્ધ કરે છે. હ્ર્દયરોગોનો નાશ કરે છે. આ  ઉપરાંત અનેક રોગોમાં ઉપયોગી  છે.


(9) સિધ્ધિદાત્રી :-

Siddhidatri devi  & Shatavari image ------- ©Dr Nehal's Ayurveda


          નવદુર્ગાનું નવમું સ્વરૂપ સિધ્ધિદાત્રી  છે. જેને 'નારાયણી ' કે ' શતાવરી ' પણ કેહવમા આવે છે. બળ ,બુદ્ધિ અને વીર્ય  વધારનાર ઉત્તમ ઔષધિ છે.ઉપરાંત તે રક્તવિકાર તથા વાયુ અને પિત્તજન્ય સોજા ને દૂર કરે છે. હૃદયને બળ આપનારી મહા ઔષધિ છે. સિધ્ધિદાત્રી નું  જે  મનુષ્ય નિયમપૂર્વક સેવન કરે છે તેના બધાજ પ્રકાર ના કષ્ટ સ્વયં દૂર થઇ જાય છે.ઉપરોક્ત રોગોથી પીડાતા વ્યક્તિઓએ સિધ્ધિદાત્રી દેવી ની આરાધના કરવી જોઈએ.


        આ પ્રકારે પ્રત્યેક દેવી આયુર્વેદની દૃષ્ટિએ માર્કણ્ડેય પુરાણ અનુસાર નવ દિવ્યઔષધિ ના રૂપમાં મનુષ્યની બીમારીને દૂર કરીને તેને સ્વસ્થ રાખે છે. આથી જ મનુષ્યો એ આ  નવ સ્વરૂપ દેવીઓની  આરાધના અને દિવ્યઔષધિઓનું સેવન કરવું જોઈએ.   

.

આર્ટિકલ કોન્સપ્ત ફ્રોમ વોટ્સએપ્પ ફોરવર્ડેડ મૅસેજ, એડિટેડ  બાય  BY DR.NEHAL'S AYURVEDA. 3/10/2019. 


        

3 comments:

Dr Neha's Kitchen Promo